Monday, June 14, 2010

વાતો બધી એ અધૂરી બોલે છે,

વાતો બધી એ અધૂરી બોલે છે,


પછી એની આંખડીઓ બોલે છે.


કાનમાં આવી એ સુનું બોલે છે,


કાયમ ઘણું એની યાદો બોલે છે.


“હું નથી”, દિશા બધીય બોલે છે.


મનેય થાય કે કોઇ તો બોલે છે.


ચૂપકીદી સાધી પડઘાઓ બોલે છે,


આંખોમાં કેદ આ અશ્રુય બોલે છે.


અગૂઢ અજાણ કોઇ જણ બોલે છે.


સાંભળ રે દિલ, ઉર-ઈશ બોલે છે.


દફન થયો છું, સહુ કોઇ બોલે છે,


તોયે એની વાતો મને બોલે છે.


નહી બોલું કહીનેય બોલે છે


- એરિસાય, તો એની કિટ્ટાય બોલે છે !


યુગોથી હંમેશ જ જમાનો બોલે છે.


તોયે કહે બધા, “તું બહુ બોલે છે.”

0 comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.